મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

 CID ક્રાઇમ દ્વારા પાકિસ્તાની જાસુસની પૂછપરછમાં મોટો ખુલાસો, કંપનીમાં કામ કરતા 100થી વધુ લોકોને હનિટ્રેપમાં ફસાવ્યા

અંકલેશ્વરથી ઝડપાયેલા પાકિસ્તાની જાસુસની CID ક્રાઇમ દ્વા

 CID ક્રાઇમ દ્વારા પાકિસ્તાની જાસુસની પૂછપરછમાં મોટો ખુલાસો, કંપનીમાં કામ કરતા 100થી વધુ લોકોને હનિટ્રેપમાં ફસાવ્યા

અંકલેશ્વરથી ઝડપાયેલા પાકિસ્તાની જાસુસની  CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થયા છે. CID ક્રાઇમની પૂછપરછમાં સૈન્ય માટે હથિયાર અને દારૂગોળો બનાવતી કંપનીમાં કામ કરતા 100થી વધુ લોકોને હનિટ્રેપમાં ફસાવાયા હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2016થી જાસુસી પ્રવિણ મિશ્રા માહિતી લીક કરતો હોવાનું સામે આવ્યું છે. 

અંકલેશ્વરથી ઝડપાયો હતો પાકિસ્તાની જાસુસ

ઉધમપુર મિલેટ્રી ઈન્ટેલીજેન્સ યુનિટના સર્વેલન્સમાં મળેલી માહિતીના આધારે CID ક્રાઈમના CI સેલે અંકલેશ્વર GIDCમાં આવેલી એક કંપનીમાં કામ કરતા મૂળ બિહારના પ્રવિણ મિશ્રાની ધરપકડ કરી હતી. આરોપી લશ્કરની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપતો હોવાનો ખુલાસો થયો હતો. ઇસ્લામાબાદમાં ISI માટે કામ કરતી મહિલા સોનલ ગર્ગે યુવકને હનિ ટ્રેપમાં ફસાવ્યો હતો. પ્રવિણ મિશ્રા તે જે કંપનીમાં કામ કરતો હતો તે સૈન્યના હથિયાર, ડ્રોન તથા મિસાઇલની માહિતી પાકિસ્તાનને આપતો હતો.

ગાંધીનગર CID ક્રાઈમના સી.આઈ સેલ દ્વારા યુવકની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન ઘણા ચોકાવનારા ખુલાસા થયા હતા. પ્રવિણ મિશ્રા જે  કંપનીમાં કામ કરતો હતો ત્યા ભારતીય સૈન્ય માટે હથિયાર અને દારુ ગોળો બનાવવામાં આવતો હતો.તે કંપનીની ડિટેઇલ પણ પ્રવિણ મિશ્રાએ મહિલાને આપી હોવાની કબૂલાત કરી છે.આ સિવાય બીજા 100 જેટલા લોકોને સાંધીને રાખ્યા હોવાનું તપાસ એજન્સીને ધ્યાને આવ્યું છે અને તે તમામ લોકોની ટેકનીકલ વિગતો હાલ એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

અંકલેશ્વરની ખાનગી કંપની કે જેને DRDO તરફથી આર્મી માટેના હથિયાર અને પાર્ટ્સ બનાવવા નો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.આ કંપનીમાં પ્રવિણ મિશ્રા નામનો વ્યક્તિ એન્જીનિયર તરીકે નોકરી કરતો હતો.પાકિસ્તાનમાં બેઠેલી  મહિલા ISI એજન્ટ પ્રવિણ મિશ્રાને વર્ષ 2016થી હનીટ્રેપમાં ફસાવ્યો હતો.પ્રવીણ મિશ્રા અત્યાર સુધીમાં એવી જ કંપનીમાં કામ કરતો હતો ત્યાં આગળ સૈન્ય માટેના હથિયાર બનાવવામાં આવતા હતા. ઇસ્લામાબાદથી સોનલ ગર્ગ નામની મહિલાએ પ્રવિણ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવી સૈન્યની ગુપ્ત માહિતી તેની પાસેથી મંગાવતી રહેતી હતી.

 પ્રવિણ મિશ્રા જેટલી પણ કંપનીમાં કામ કરતો હતો ત્યાં આગળ તેની પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી હતી કે કંપનીમાં  પ્રોડક્શન થતી કોઈપણ વિગતો કોઈને પણ  જાણ કરવાની રહેતી નથી તેમ છતાં પ્રવિણ મિશ્રાએ અત્યાર સુધીમાં જેટલી પણ કંપનીમાં કામ કર્યું છે તે તમામ કંપની વિગતો પાકિસ્તાની જાસૂસને મોકલી આપી હતી.ઉપરાંત સમગ્ર તપાસ માં જેટલા પણ IP (ઈન્ટરનેટ પ્રોટોકોલ) એડ્રેસ મળી આવ્યા છે તે તમામ પાકિસ્તાનના હોવાનું ખુલ્યું છે. તમામ IP (ઈન્ટરનેટ પ્રોટોકોલ) VPN (વર્ચ્યુલ પ્રાઇવેટ નેટવર્ક) મારફતે રૂટ કરીને ફેસબુક જેવી એપ્લિકેશન વાપરતા હોવાનું તપાસમાં મળી આવ્યું છે.

પાકિસ્તાનના IP એડ્રેસ હોવાનું ખુલ્યું

પાકિસ્તાની મહિલા જાસૂસના તમામ IP એડ્રેસ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના IP એડ્રેસ પાકિસ્તાન, રાવલપિંડી,ઇસ્લામાબાદ, ખૈબર પખ્તૂન તથા આઝાદ કાશ્મીરમાંથી ઓપરેટ થતા હોવાનું પણ તપાસ એજન્સીએ શોધી કાઢ્યું છે.આ મામલે જાસુસની CID ક્રાઇમ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.

સોશિયલ મીડિયા પર આવતી રિકવેસ્ટ સ્વીકારતા પહેલા ચેતો

CID ક્રાઇમના SSP ચૈતન્ય મંડલીકે કહ્યું કે, સોશિયલ મીડિયા પર આવતી રિકવેસ્ટને તપાસ કર્યા વગર સ્વીકારવી ના જોઇએ. ખોટા કામની શરૂઆત અહીંથી જ થતી હોય છે.

આ સમાચાર શેર કરો