વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ, સિનિયર નેતાઓની થઇ રહી છે અવગણના- જીતુ સુખડિયા
ગુજરાતમાં ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્

ગુજરાતમાં ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી પછી વિવાદ વકર્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે અડગ છે. તો બીજી તરફ વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
વડોદરા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના સિનિયર નેતા જીતુ સુખડીયાએ બળાપો કાઢતા કહ્યું કે દિગ્ગજ નેતાઓની સતત અવગણના થઈ રહી છે. ધારસભ્ય જીતુ સુખડિયાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હાલમાં એ સ્થતિ છે કે કોઈ કોઈને પૂછતું નથી.
ડો હેમાંગ જોશીનું નામ જાહેર થયા પછી પક્ષમાં વિખવાદ શરૂ થયો છે. જીતુ સુખડિયાએ જણાવ્યું કે ઉમેદવારના કાર્યક્રમની જાણ કરાતી નથી, વડોદરામાં ભાજપ સંગઠન નિષ્ફળ નિવડ્યું છે. જે લોકો બેનરો લગાવે છે તેઓ જ પાર્ટીનું સંચાલન કરે છે.






