મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાભર: જૈન સાધ્વીજીની છેડતી કરનાર ન પકડાતા સમાજમાં ઉગ્ર રોષ, પાંચ ટીમો તપાસમાં છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર

કોલકાતામાં ટ્રેઈની મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના રોષ વચ્ચે બનાસકાં

ભાભર: જૈન સાધ્વીજીની છેડતી કરનાર ન પકડાતા સમાજમાં ઉગ્ર રોષ, પાંચ ટીમો તપાસમાં છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર

કોલકાતામાં ટ્રેઈની મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના રોષ વચ્ચે બનાસકાંઠાના ભાભરમાં ગત રોજ બે શખ્સોએ એક જૈન સાધ્વીજીની છેડતી કરતા સભ્ય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભાભરમાં સોમવારે જૈન સાધ્વીજી લઘુશંકાએ ગયા ત્યાં અચાનક બે શખ્સો આવી પહોંચ્યા અને તેમની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સાધ્વીજીએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ જતાં આ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા

તે દરમ્યાન સાધ્વીજીએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ જતાં આ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ જૈન સાધ્વીજી દ્વારા સંઘને વાત કરતાં સમાજના આગેવાનો ત્યાં એકત્ર થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તેવી લેખિતમાં માંગ કરી હતી.

 પાંચ ટીમો તપાસમાં છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી પાસે પીડિતાની ફરિયાદનાં વર્ણન મુજબનો શકમંદ આરોપીનો સ્કેચ તૈયાર છે. આ મામલે એલસીબી, એસઓજી, સાઈબર ટીમ તેમજ પેરોલ ફ્લો સ્કોવ્ડ સહિતની વિવિધ પાંચ ટીમો સતત સ્ટેન્ડ ટુ મોડમાં શંકમંદોની પૂછપરછ અને તપાસ કરી રહી છે. દરેક વિસ્તારના સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે.

પોલીસે એક શકાસ્પદ શખ્સનો સ્કેચ કર્યો જાહેર

પોલીસે એક શંકાસ્પદ શખ્સનો સ્કેચ જાહેર કર્યો છે, તો બીજી તરફ કેટલાક શકમંદોની પુછપરછ હથ ધરી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નહોતું, સાધ્વીજી સાથે બનેલી ઘટના મામલે જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ છે. 

આ સમાચાર શેર કરો