મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નવરાત્રિ અગાઉ નિરીક્ષણ, ગરબા ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરે પહોંચી સુરક્ષાની કરી સમીક્ષા

નવરાત્રિના તહેવારને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અ

સુરતમાં નવરાત્રિ અગાઉ નિરીક્ષણ, ગરબા ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરે પહોંચી સુરક્ષાની કરી સમીક્ષા

નવરાત્રિના તહેવારને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે નવરાત્રીના એક દિવસ પહેલા જ સુરત પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તૈયારી અને લોકોની સુરક્ષા બાબતે આયોજકો દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

ગ્રાઉન્ડ લેવલે તપાસ

સુરત શહેરમાં 27 જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે. ત્યારે નવ દિવસના આ નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે. આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી-એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે. ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે. આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું. 

ટ્રાફિક મેનેજમેન્ટ 

સુરતના 7000 કરતાં વધારે સુરક્ષા જવાનો પોલીસની ટીમ નવરાત્રિના નવે નવ દિવસ ખડે પગે રહીને કામગીરી કરશે.મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતી મહિલા પોલીસ તેમજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી શકે છે . પોલીસ પોતાના વાહનમાં કોઈપણ યુવતી કે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડશે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજકોને પણ પાર્કિંગ બાબતે ખાસ સુચના આપી દેવામાં આવી છે. મોટા આયોજનોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું ધ્યાન આયોજકોએ ખાસ પ્રકારે રાખવાનું રહેશે. ટિકિટ ચેક કરનાર કોઈપણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમ જ ખેલૈયાઓ સાથે છેડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરિફિકેશન અગાઉ જ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો