મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ શરૂ કરાઈ, પાલિકા કમિશનરે સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા

ચોમાસાને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ રહ્યું છે. શહેરમાં દરવર્ષે આવતા ખાડીપ

સુરતમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ શરૂ કરાઈ, પાલિકા કમિશનરે સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા

ચોમાસાને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ રહ્યું છે. શહેરમાં દરવર્ષે આવતા ખાડીપૂરને ધ્યાને રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની તમામ ખાડીઓ પર SMC કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના DY હેલ્થ કમિશનર આશિષ નાયક, સહિત ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા હતાં.

મેન્ટેન્સને લઈ સૂચનો

શહેરની તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનું નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ મેદાને ઉતર્યા છે. પાલિકા કમિશનર શાલિને અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફ્લડ ગેટ સહીત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સુચના આપી છે.

પાણી ન ભરાય તે જરૂરી

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, ખાડીઓની સફાઈની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. વિવિધ ઝોનમાં જે સફાઈ થઈ રહી છે. તેનું ઈન્સ્પેક્શન ટીમ સાથે કરવામાં આવી રહ્યું છે. ફ્લડ ગેટ સહિત જ્યાં જ્યાં પાણી ભરાઈ રહ્યાં છે. તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી આગામી ચોમાસા અગાઉ તમામ કામ થઈ જાય તે મહત્વનું છે.

આ સમાચાર શેર કરો