મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : મારામારીમાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો નોંધાયો

BHAVNAGAR NEWS : ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. સુભાષનગર પંચવટી ચોકમાં મારામારીમાં ઘવાયેલા યુવકનું મો

BHAVNAGAR : મારામારીમાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો નોંધાયો

BHAVNAGAR NEWS :  ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે.  સુભાષનગર પંચવટી ચોકમાં મારામારીમાં ઘવાયેલા યુવકનું મોડીરાત્રીના સારવાર દરમિયાન મોત થતા આ મામલે હત્યાનો ગુનો નોંધાયો છે. 

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પંચવટી ચોક 25 વારીયામાં તારીખ 31/7/2024 ના રોજ મારામારીની ઘટના બની હતી ,જેમાં હરેશભાઈ ગોરધનભાઈ વેગડને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઇ તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

સારવાર દરમિયાન ગત મોડીરાત્રિના સમયે હરેશભાઈ વેગડનું મોતનીપજ્યું હતું. બનાવનાર પગલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો