મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યુવાને રીલ બનાવી તો ઈન્ફ્લુએન્સર સ્ટારે કર્યું અપહરણ, માર-માર્યો, છાણ મોઢે ચોપડ્યું, ચહેરા પર પેશાબ કર્યો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે યુવાનનું અપહરણ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી

યુવાને રીલ બનાવી તો ઈન્ફ્લુએન્સર સ્ટારે કર્યું અપહરણ, માર-માર્યો, છાણ મોઢે ચોપડ્યું, ચહેરા પર પેશાબ કર્યો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે યુવાનનું અપહરણ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. યુવાને રીલમાં આરોપી વિશે લખાણ લખ્યું હતું, યુવાને લખ્યું કે આરોપી જીમમાં આવી દિવસ બગાડે છે. રજત દલાલ નામના ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરે ધમકી આપી હતી.

રજત દલાલ નામના ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરેધમકી આપી

બાબત એ હદે વધી ગઈ હતી કે યુવાનને પહેલા ઘરની બહાર બોલાવ્યો પછી તેને માર માર્યો, ત્યાર બાદ કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ કરીને યુવાનના ચહેરા પર છાણ લગાવીને ચપ્પલથી ફરી માર માર્યો હતો. ભર તડકામાં યુવાનને ઉઠક-બેઠક કરાવી હતી. ત્યાર બાદ માફી મંગાવતો વીડિયો પણ બનાવ્યો હતો.

તું કંઈ નહીં કરી શકે સાથે સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી

રજત દલાલે આ યુવાનને એ હદે માર માર્યો કે તે બેભાન થઈ ગયો હતો, યુવાનને ધમકી આપતા કહ્યું કે પોલીસ તો મારા ખિસ્સામાં રહે છે, તું કંઈ નહીં કરી શકે સાથે સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો સામે આવતા સાબરમતી પોલીસે રજત દલાલ સામે ગુનો નોંધ્યો છે.

આ સમાચાર શેર કરો