મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : વિદેશી વિદ્યાર્થિનીની છેડતી કરનાર ઈન્ડસ યુનિ.ના ઈન્ટરનેશનલ વિભાગના ડાયરેક્ટરની ધરપકડ

AHMEDABAD NEWS : અમદાવાદમાં ફરી એક વખત વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સા

AHMEDABAD : વિદેશી વિદ્યાર્થિનીની છેડતી કરનાર ઈન્ડસ યુનિ.ના ઈન્ટરનેશનલ વિભાગના ડાયરેક્ટરની ધરપકડ

AHMEDABAD NEWS : અમદાવાદમાં ફરી એક વખત વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. ઈન્ડસ યુનિવર્સિટી (Indus University)માં અભ્યાસ અભ્યાસ કરતી અને બોપલમાં યુનિવર્સિટીના પીજીમાં રહેતી પાપુઆ ન્યુગીનીની વિદ્યાર્થિનીની ઈન્ડસ યુનિવર્સિટીના  ઈન્ટરનેશનલ વિભાગના ડાયરેક્ટરે છેડતી કરી હતી.  સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ કરતા બોપલ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાપુઆ ન્યુગિનીની વિદ્યાર્થિની ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના બોપલ વિસ્તારમાં આવેલા પીજીમાં રહે છે. આ પીજીમાં ઇન્ટરનેશનલ વિભાગના ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવેએ ગત 11 તારીખે યુવતીની છેડતી કરી હતી. જે બાદ યુવતી ડરી ગઈ હતી અને આખરે તેણે 22 તારીખે બોપલ પોલીસ મથકમાં સમગ્ર હકીકત જણાવી છેડતી કરનાર મૃદંગ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી મૃદંગ દવે ઇન્ડસ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ વિભાગના ડાયરેક્ટર તરીકે નોકરી કરતો હતો, જે વિદેશી વિદ્યાર્થીઓને લાવવાનું તેમજ તેમને અલગ અલગ સુવિધા આપવાનું કામકાજ કરતો હતો. જોકે ગત તારીખ 14 ના રોજ આરોપી મૃદંગ દવે નોકરી છોડી દીધી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃદંગ દવે યુનિવર્સિટીમાં નોકરી કરતો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન તેણે કોઈ અન્ય વિદ્યાર્થિનીની છેડતી કરી હોય તેવી ફરિયાદ સામે આવી નથી. હાલ તો પોલીસે ફરિયાદના આધારે મૃદંગ દવેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો