મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ઇન્દિરા ગાંધીની સરકારે કચ્છના રણની જમીન 1968માં પાકિસ્તાનને આપી દીધી હતી', ભાજપના સાંસદનો મોટો આરોપ

Indira Gandhi's government gave the land of the Rann of Kutch to Pakistan BJP MP's big allegation | ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો

'ઇન્દિરા ગાંધીની સરકારે કચ્છના રણની જમીન 1968માં પાકિસ્તાનને આપી દીધી હતી', ભાજપના સાંસદનો મોટો આરોપ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે કોંગ્રેસે પાકિસ્તાનને કચ્છના રણની જમીન આપી દીધી હતી. આ ઘટના 1968માં બની હતી. તે સમયે દેશમાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી. નિશિકાંતે એમ પણ કહ્યું કે 1965ના યુદ્ધ બાદ ઘટના ટ્રાઇબ્યૂનલમાં પહોંચી હતી.

નિશિકાંત દુબેનો મોટો આરોપ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એક વખત કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતા નિશિકાંત દુબેએ દાવો કર્યો કે ભારતે 1965માં પાકિસ્તાન વિરૂદ્ધ યુદ્ધ તો જીતી લીધુ પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે 1968માં રણ ઓફ કચ્છની 828 સ્કવેયર કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો હતો.

નિશિકાંત દુબેએ પોતાના દાવાને સાબિત કરવા માટે એક દસ્તાવેજની કોપી પણ શેર કરી છે. આ પત્રમાં ઉલ્લેખ છે કે 1968માં ભારતે પાકિસ્તાનને રણ ઓફ કચ્છની 828 સ્કવેયર કિલોમીટરનો વિસ્તાર આપી દીધો હતો. નિશિકાંત દુબેએ ઇન્દિરા ગાંધીને 'આયરન લેડી' કહેવામાં આવતા કટાક્ષ કરતા કહ્યું કે તેમને સંસદના વિરોધ છતા ભારતનો ભાગ પાકિસ્તાનને સોપી દીધો હતો.

નિશિકાંત દુબેએ X પર લખ્યુ, 'આજની વાર્તા ઘણી દર્દનાક છે. કોંગ્રેસ પાર્ટીએ 1965નું યુદ્ધ જીત્યા બાદ ગુજરાતના કચ્છના રણનો 828 સ્કવેયર કિલોમીટરનો ભાગ પાકિસ્તાનને 1968માં આપી દીધો હતો. ભારત પાકિસ્તાનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર લાવ્યું, મધ્યસ્થ બનાવ્યું, યૂગોસ્લાવિયાના વકીલ અલી બાબરને આપણે નિયુક્ત કર્યા. પુરી સંસદે વિરોધ કર્યો પરંતુ ઇન્દિરા ગાંધી તો આયરન લેડી હતા, ડરીને આપણો ભાગ આપી દીધો. આ આયરન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હંમેશા પાકિસ્તાનની સાથે.'

આ સમાચાર શેર કરો