મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'જમ્મુ કાશમીરની જેમ બાળકો પાસે પથ્થરમારો કરાવાયો' કહી VHPના કાર્યકર્તા રોષભેર ગૃહમંત્રીને મળ્યા

સુરતના સૈયદપુરા વિસ્તારમાં પંડાલમાં બિરાજમાન ગણપતિની પ્રતિમા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે

'જમ્મુ કાશમીરની જેમ બાળકો પાસે પથ્થરમારો કરાવાયો' કહી VHPના કાર્યકર્તા રોષભેર ગૃહમંત્રીને મળ્યા

સુરતના સૈયદપુરા વિસ્તારમાં પંડાલમાં બિરાજમાન ગણપતિની પ્રતિમા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગણેશ પ્રતિમા પર પથ્થરમારાના મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તામાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશનર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. સુરતમાં બનેલી ઘટનાએ જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની યાદ અપાવી હતી.

પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો

જમ્મુ કાશ્મીરમાં નાના બાળકો મિલેટ્રીના જવાન પર પથ્થરમારો કરતા હતા. અહીંયા નાના બાળકો ગણપતિની પ્રતિમા પર પથ્થરમારો કરે છે. આ ઘટના બાદ સુરત પોલીસે પરિસ્થિતિને કંટ્રોલ કરી છે. આવી ઘટનામાં બાળકોનો ઉપયોગ થતો હોય તો તે ખૂબ ગંભીર બાબત છે. સુરત પોલીસનો વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ ખૂબ આભાર માને છે. જે ઘટના બની છે તે ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં. લોકોને પણ અમે શાંતિની અપીલ કરી હતી.

આતંકી સંગઠન સક્રિય થયાની આશંકા

વીએચપીના મહામંત્રી નિલેશ અકબરીએ કહ્યુ કે, ગજવા એ હિન્દ આતંકી સંગઠન જે પ્રકારે પ્રવૃત્તિ કરે છે, તેવી બાળકોને સાથે રાખીને પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી હોવાથી પોલીસ ઝડપથી કાર્યવાહી કરે તેવી માગ કરાઈ છે. સુરતના શાંતિના માહોલને ડહોવાનો પ્રયાસ થયો છે. જેની સામે આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ સંગઠનો માથુ ઊંચકશે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો