મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'પેનલ્ટી ના ભરવી હોય તો 3 હજાર આપવા પડશે', દ્વારકાના ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા

દ્વારકાના ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર સુનિલ અરવિંદકુમાર મીનાને ACBએ રૂા.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ કા

'પેનલ્ટી ના ભરવી હોય તો 3 હજાર આપવા પડશે', દ્વારકાના ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા

દ્વારકાના ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર સુનિલ અરવિંદકુમાર મીનાને ACBએ રૂા.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ કાર્યવાહી કરી છે. બે પાન કાર્ડમાંથી એક રદ કરાવવાના બદલામાં લાંચની માગણી કરી હતી. જેના પગલે ફરિયાદ મળતા એસીબીએ દ્વારકા ઈન્કમટેક્ષ કચેરી ખાતે જ ટ્રેપ ગોઠવી હતી. 

તમને બે પાન કાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઈ શકે

ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટરે શખ્સને ડરાવ્યો અને કહ્યું તમને બે પાન કાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઈ શકે તેમ છે, જેની સામે ફરિયાદીએ પોતાને આ પ્રકારની કોઈ નોટીસ નહીં મળ્યાનુું, પોતે સામેથી બીજુ પાન કાર્ડ રદ કરાવવા આવ્યાનું કહ્યું હતું. આમ છતાં મીનાએ રૂા.૧૦ હજારની પેનલ્ટી ભરવી પડશે તેમ કહ્યું હતું. જો પેનલ્ટી ન ભરવી હોય તો રૂા.૩ હજારની લાંચ માંગી હતી. 

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACBનો કર્યો સંપર્ક

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACB રાજકોટના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો. જેના આધારે દેવભૂમિ દ્વારકાના એસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર. એન. વિરાણીએ દ્વારકાની ઈન્કમટેક્ષ કચેરી ખાતે ટ્રેપ ગોઠવી હતી. 

ઈન્સ્પેકટર મીના રૂા.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા

ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર મીના રૂા.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACB તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી નિયમ મુજબ આગળની કાર્યવાહી જારી રાખી છે. ઈન્સ્પેકટર મીના કલાસ-૩ના કર્મચારી છે. 

આ સમાચાર શેર કરો