ધાનેરામાં યુવકને ચોર સમજી ઝાડ સાથે બાંધીને માર મારવાની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ
બનાસકાંઠાના ધાનેરામાં સવારના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શંકાસ્પદ ઇસમને સ્થાન

બનાસકાંઠાના ધાનેરામાં સવારના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શંકાસ્પદ ઇસમને સ્થાનિકોએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હોવાનો બનાવ બન્યો છે.
સ્થાનિકોએ યુવકને ચોર સમજી માર્યો
બનાસકાંઠાના ધાનેરાના રાજમંદિર પ્લાઝા સામે સવારે પાંચ વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ વ્યક્તિને ઝાડ સાથે બાંધવામાં આવ્યો. સ્થાનિકોએ તેને ચોર સમજીને લીમડા ઝાડે બાંધીને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસે સ્થળ પર દોડી આવી હતી. ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ બનાવને પગલે ધાનેરા પોલીસની પેટ્રોલિંગ સિસ્ટમ પર અનેક સવાલો ઊઠી રહ્યાં છે.
હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શંકાસ્પદ વ્યક્તિ ખરેખર ચોરી માટે આવ્યો હતો કે પછી તેને ખોટી શંકાના આધારે ઝાડ સાથે બાંધવામાં આવ્યો હતો?






