વડતાલમાં માથાભારે શખ્સે હદ વટાવી, PIને વોટ્સએપમાં મેસેજ કરી આપી ધમકી
વડતાલમાં માથાભારે ઇસમે પોલીસને જ આપી ધમકી. પોતાની ધરપકડ અટકાવવા PIને જ વોટ્સએપ પર

વડતાલમાં માથાભારે ઇસમે પોલીસને જ આપી ધમકી. પોતાની ધરપકડ અટકાવવા PIને જ વોટ્સએપ પર ધમકી આપી હતી. આપઘાત કરવાની ધમકી અપાતા વડતાલ પોલીસે ઈસમ સામે કરી કાર્યવાહી.
PIને વોટ્સએપ પર આપી ધમકી
વડતાલમાં માથાભારે ઈસમ દ્વારા પોતાની ધરપકડ અટકાવવા સીધી PIને ધમકી આપી હતી. ધરપકડ થવાના ડરથી વડતાલના PIને વોટ્સએપ પર ધમકી આપતા કહ્યું, "તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે". આ ઘટના બાદ વડતાલ પોલીસ દ્વારા આરોપી મહેશ રબારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
ખેડા DSPએ આપ્યું નિવેદન
સમગ્ર ઘટના પર ખેડાના DSPએ નિવેદન આપતા જણાવ્યું, "આરોપી મહેશ રબારી વિરુદ્ધ સજા માટેના અને તેની ધરપકડ કરવાના વોરંટ આવેલા છે. વોરંટની બજવણી કરવા પોલીસ જાય ત્યારે તે ગેરહાજર હોય છે. આરોપી આત્મહત્યાની ધમકી આપી તપાસ કરનાર અમલદારની ફરજમાં રૂકાવટ બદલ BNS 226 મુજબ ગુનો દાખલ કરાયો છે. તેને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે ગુનો દાખલ થયો છે તેમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો તે કોઈ પણ પ્રકારના માનસિક તણાવ કે માનસિક તકલીફમાં હશે તો અને કાઉન્સિલિંગની જરૂર હશે તો પોલીસ દ્વારા કાઉન્સેલિંગ આપવા માટે ચોક્કસથી મદદ કરાશે.








