સુરત/ હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક કરવાથી કમિશનની લાલચે 7 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો
સુરતમાં ટેલીગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલના ઓર્ડર કરવાના ટાસ્

સુરતમાં ટેલીગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પુરા કરવાથી કમિશન આપવામાં આવશે, તેવી લોભામણી વાતો કરી ફરીયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ.૭,૫૦,૦૪૨/- ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીએ તથા અલગ અલગ ટેલીગ્રામ આઇ.ડી. ઉપરથી વાત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. ફરીયાદીને વર્ક ફ્રોમ હોમ આપવાનું કહી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પુરા કરવાથી કમિશન આપવામાં આવશે. તેવી લોભામણી વાતો કરી ફરીયાદીના નામની વેબસાઇટમાં યુઝરનેમ તથા પાસવર્ડ બનાવી આપવામાં આવતો હતો. તેમાં અલગ અલગ હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પુર્ણ કરાવી સૌ પ્રથમ રૂ.૧.૦૪૨/- કમીશન અપાતું હતું. ત્યારબાદ ફરીયાદીને અલગ અલગ ટાસ્ક પેટે તથા ડીલક્ષ ઓર્ડર જનરેટ કરી તેના પેટે રૂપીયા ભરવા જણાવાયું હતું. ફરીયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ્લે રૂ.૭.૫૦.૦૪૨/- ટ્રાન્સફર કર્યાં હતાં. તેમાંથી ફરીયાદીને રૂ.૫૫,૩૬૦/- વિડ્રો કરવા દીધા હતાં. બાકીના રૂ.૬,૯૪.૬૮૨/- તથા કમિશનના રૂપીયા વિડ્રો ન કરવા દીધા. આ રીતે ફરીયાદી સાથે છેતરપીંડી કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલ આરોપી- જીગ્નેશ ઉર્ફે જીગો જયંતીભાઇ આહલપરા જાતે.સુથાર, ઉ.વ.૨૪, ધંધો-હિરા ઘસવાનો. હાલ રહે.ઘર નં.૩૪, ચામુંડાનગર સોસાયટી, વલ્લભનગરની સામે. પુણા ગામ. સુરત શહેર.મુળ રહે.ગામ-જાગધાર, તા.મહુવા, જી.ભાવનગર (ગુજરાત) નાને શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






