અમદાવાદ: ગરબા ક્લાસમાં પરિણીત યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
અમદાવાદમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નરોડામાં

અમદાવાદમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નરોડામાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે કે લગ્નની લાલચ આપીને યુવાને દુષ્કર્મ આચર્યું છે. પીડિત યુવતી અને યુવાનનો પરિચય ગરબા ક્લાસિસમાં થયો હતો. ત્યાર બાદ બન્ને પ્રેમ સંબધમાં બંધાયા હતા.
યુવાને લગ્નની લાલચ આપી
યુવાને લગ્નની લાલચ આપી ત્યારબાદ તેની સાથે શારિરીક સંબધ બાંધ્યા હતા. બીજી તરફ પીડિત યુવતીને ખબર પડી કે યુવાન પરણિત છે, ત્યારબાદ યુવાનને યુવતીએ લગ્ન કરવાનું વાંરવાર કહ્યું હતું, પણ યુવાને લગ્ન કરવાની ના પાડતાં કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આગળની તપાસ આદરી
આરોપીની ઓળખ કમલેશ પટેલ તરીકે થઈ છે. આ શખ્સ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આગળની તપાસ આદરી છે.






