મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમા અસંતોષ સપાટીએ, મેન્ડેટ પ્રથાનો વિરોધ કરી ઉમેદવારી

સુરત જિલ્લા ભાજપમાં ફરી એકવાર અસંતોષની ચરમસીમાએ પહોંચ્યો છે. આ અસંતોષ સુર

સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમા અસંતોષ સપાટીએ, મેન્ડેટ પ્રથાનો વિરોધ કરી ઉમેદવારી

સુરત જિલ્લા ભાજપમાં ફરી એકવાર અસંતોષની ચરમસીમાએ પહોંચ્યો છે. આ અસંતોષ સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં સામે આવ્યો છે. બારડોલી બેઠક પર ભાજપે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવતા ભાજપના જ અને બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરતા મામલો ગરમાયો છે. બીપીન પટેલે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાનો વિરોધ કરીને ચડાવી હતી. જોકે ભાજપ દ્વારા બીપીન ચૌધરીને સુરત જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષમાંથી સસ્પેન્ડ કરતા સુરત જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે.

ભાજપ સામે ભાજપ

સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મહત્વની ગણતરી સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. ગત દિવસોમાં આ બારડોલી બેઠકના સુમુલ ડેરીના ડિરેક્ટર અજીત પટેલનો બીભત્સ  વિડીયો વાયરલ થતાં પક્ષે અજીત પટેલ પાસે રાજીનામું મુકાવ્યું હતું. જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી. આ બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા બારડોલી બેઠકની પેટા ચૂંટણી માટે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે ગત દિવસો માં જે રીતે જયેશ રાદડિયાએ મેન્ડેટ પ્રથા વિરોધ જઈને સહકારી ક્ષેત્રમાં જીત હાંસલ કરતા અનેક કાર્યકરોમાં જુસ્સો વધ્યો હતો.  

ઉપપ્રમુખ પક્ષમાંથી સસ્પેન્ડ

આ જ જુસ્સા સાથે રાજકારણને બાજુએ મૂકીને જીતેન્દ્ર પટેલ સામે ભાજપના જ અને બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એવા બીપીન ચૌધરીએ ઉમેદવારી કરી પક્ષ સામે જ બાંયો ચડાવી હતી. પોતે ઉમેદવારી પત્રક પરત નહીં ખેંચતા બારડોલી બેઠક પર ભાજપ સામે ભાજપનો જ જંગ સર્જાવા જઈ રહ્યો છે. જેથી સુરત જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરુદ્ધ જનાર બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા મામલો ગરમાયો છે.

આ સમાચાર શેર કરો