સુરતમાં ડોક્ટરનું સ્નેહમિલન યોજાયું, સી.આર.પાટીલે કહ્યું,' ઉમેદવાર નહીં નરેન્દ્ર મોદીને જોઈને મત આપો'
સુરતમાં લોકસભાની ચૂંટણીને ધીમે ધીમે માહોલ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે ભાજ

સુરતમાં લોકસભાની ચૂંટણીને ધીમે ધીમે માહોલ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા આ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડિચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપે ડોક્ટર્સનું સ્નેહમિલન યોજ્યું હતું. આ સ્નેહમિલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં પાટીલે કહ્યું કે, ઉમેદવારને નહીં પરંતુ નરેન્દ્ર મોદીને જોઈને તમામે ભાજપને મત આપવા ભલામણ કરવી જોઈએ.
ડોક્ટર્સની ઉપસ્થિતિ વચ્ચે સી. આર. પાટીલે કહ્યું કે, ડોક્ટર્સના ફોનમાં 3 હજારથી વધુ કોન્ટેક્ટ હોય છે. જેમાંથી એક એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરવી જોઈએ. જો કોઈને ઉમેદવાર સાથે ન બને કે યોગ્ય જવાબ ન મળે તો મને કહેજો હું તમારી વાત તમારા વતી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશ. એક પણ વ્યર્થ ન જાય અને તમામ મતે ભાજપને મળે તો મોદી સરકાર વધુ મજબૂત રીતે ઘણા કામ બાકી છે. તે કામ પણ પૂર્ણ શકે.
અબ કી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે. મોદી સરકારે અત્યાર સુધી તમામને ધ્યાને રાખી યોજનાઓ બહાર પાડી છે. હજુ આવનારા દિવસોમાં કઠોર નિર્ણયો પણ લેવાના હોવાથી મજબૂત નેતૃત્વ અને સરકારની તાતી જરૂરિયાત છે. ત્યારે આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભારે જંગી સંખ્યામાં મતદાન કરવાનું છે અને કરાવવાનું છે તેમ વધુમાં પાટીલે કહ્યું હતું.






