સુરતમાં લોનના નામે લાલચ આપી મહિલાઓના દસ્તાવેજો લઈ ઠગ ફરાર
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ઠગે મહિલાઓને લોન કરાવી આપવાના બહાને

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ઠગે મહિલાઓને લોન કરાવી આપવાના બહાને રૂપિયા પડાવી લેવાની ઘટના બની છે. 15થી વધુ મહિલાઓને બેંકોમાં લોન કરાવી અને લોનના પૈસાને ડબલ કરવાની લાલચ આપી તમામના પૈસા તેમજ આધારકાર્ડ, બેંકના એટીએમ કાર્ડ, સહિતના દસ્તાવેજો લઈ ફરાર થઈ જતા પલસાણા પોલીસમાં ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી.
કહેવાય છે કે, જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી. આ જ કહેવત સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ચરિતાર્થ થઈ છે. જ્યાં એક ઠગે લોન કરાવી આપવાના બહાને લોનધારક મહિલાઓના લાખો રૂપિયા ચાઉં કરી ભાગી છૂટ્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પલસાણાના મેઘા પ્લાઝામાં રહેતા શંભુ ભોળાભાઈ દેવીપૂજક આ ટીવી સ્ક્રીન પર દેખાતી મહિલાઓને બેંકોમાં ઓછા વ્યાજની લોન અપાવવાના બહાને તમામ ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. અને બેંકોમાંથી લોન અપાવી હતી. શંભુ દેવીપૂજક તમામ મહિલાઓને બેંકોમાંથી લોન અપાવવા માટે જાતે જ બધી મહિલાઓના ડોક્યુમેન્ટ ભેગા કરીને બેંકમાંથી લોન અપાવી હતી.
લોનના પૈસા મહિલા ઓ પાસે આવી જતા ઠગ શંભુ દેવીપૂજકએ મહિલાઓને લોન પેટે આવેલ પૈસા પોતાને આપી પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. જેથી મહિલાઓ લાલચમાં આવી જઈને પૈસા આપી દીધા હતા. આમ આ રીતે ઠગ શંભુ દેવીપૂજક ૧૫થી વધુ મહિલાઓને લાખો રૂપિયા ઉસેટી જઈને ફરાર થઈ ગયો હતો. સાથે જ તમામ લોનધારકોના બેંકના એટીએમ કાર્ડ, પાસબુક, પાનકાર્ડ સહિતના તમામ પુરાવો પણ લઈ ગયો હતો. જોકે મહિલા ઓએ લોન પેટે ભરવાની રકમ બેંક માંતો ભરવાની આવી જ પરંતુ લોન ના પૈસા પણ ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે મહિલાઓએ પલસાણા પોલીસ મથકે અરજી આપી હતી.






