શ્વાનોનો આતંક: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 30 દિવસમાં 1253 લોકોને રખડતા શ્વાનોએ ભર્યા બચકા
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્વાનો કરડવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. સુરેન્દ્

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્વાનો કરડવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા શ્વાનો કરડવાના બનાવને લઈ સ્થાનિક લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના જોરાવનગર, રતનપર, વઢવાણ વિસ્તારમાં જ છેલ્લા એક મહિનામાં 1253 લોકોને શ્વાન કરડવાનો બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગર મુખ્ય સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ તમામ લોકોની સારવાર કરવામાં આવી છે અને રસીકરણ પણ કરવામાં આવ્યું છે.
જોકે સુરેન્દ્રનગર જિલ્લામાં દર મહિને સરેરાશ 1000થી વધુ લોકોને શહેરી વિસ્તારોમાં જ શ્વાન કરડતા હોય તે પ્રકારના આંકડાઓ છેલ્લા છ મહિનાથી સામે આવી રહ્યા છે. માર્ચ મહિનામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં 1,253 લોકોને રખડતા શ્વાને અને બચકા ભર્યા છે, એટલે રોજ સરેરાશ 40થી વધુ લોકોને રખડતા શ્વાન કરડી રહ્યા છે.
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ દ્વારા તંત્રને અહેવાલ સોંપણી કરવામાં આવ્યો છે, રોજના 40 લોકોને શ્વાન કરડતા હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. શ્વાન કરડવાના અહેવાલ બાદ સફાળી પાલિકા જાગી છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં શ્વાનોનું થશે ખસીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.






