મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીને પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા ઉઠ્યા સવાલ

રાજ્યની હાઈટેક મનાતી લાજપોર જેલ ફરી એકવાર વામણી સાબિત થઈ છે. સુરતની લાજપોર જેલમાં એ

સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીને પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા ઉઠ્યા સવાલ

રાજ્યની હાઈટેક મનાતી લાજપોર જેલ ફરી એકવાર વામણી સાબિત થઈ છે. સુરતની લાજપોર જેલમાં એક કાચા કામના કેદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી પ્રાથમિક સારવાર જેલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સવાલ ઉઠ્યા હતા કે, પડી જવાથી કે માર મારવાથી આ ગંભીર ઈજા પહોંચી હોય શકે છે.

માથાના ભાગે વાગ્યુ

લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા આરોપીને બાથરૂમમાં પડી જવાથી ગંભીર ઈજા પહોંચી હોવાનું કહેવાય રહ્યું છે. કાચા કામનો આરોપી દત્તુભાઈ ભમ્મરેને માથાના ભાગે વાગી જતાં ગયું હતું. જેથી તાત્કાલિક સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

અંદરોઅંદરનો ઝઘડો કારણભૂત ?

કાચા કામના કેદી દત્તુભાઈ ભમ્મરેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સવાલો ઉઠ્યા હતાં કે, પડી જવાથી વાગ્યું કે માર મારવાથી તે સવાલ ઉઠ્યાં છે. કેદીઓમાં અંદરો અંદરના ઝઘડામાં ઈજા પહોંચી કે પછી ખરેખર તેઓ પડી ગયા હતાં. જો કે, પડી જવાથી આટલી ગંભીર ઈજા પહોંચે તેવી શક્યતા હોતી નથી. જેથી તપાસની માગ ઉઠી છી.

આ સમાચાર શેર કરો