'પાંચ લાખના 34 લાખ આપ્યા છતાં વધુ પૈસા માંગ્યા',જૂનાગઢમાં વ્યાજખોરોએ શખ્સને ઢોર માર મારતા મોત
જુનાગઢના કેશોદના બામણાસા ઘેડ ગામે વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરો પાસેથી કેશોદના એક વૃદ્ધે 5 લાખ રૂપ

જુનાગઢના કેશોદના બામણાસા ઘેડ ગામે વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરો પાસેથી કેશોદના એક વૃદ્ધે 5 લાખ રૂપિયા લીધા હતા. પાંચ લાખના વૃદ્ધે 34 લાખ આપ્યા, તેમ છતાં વધુ 25 લાખની માંગણી કરી હતી. આ માંગ વધતા નિરાધાર વૃદ્ધે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.
પાંચ લાખના વૃદ્ધે 34 લાખ ભર્યા
વ્યાજખોરોએ વૃદ્ધને ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપો તો તમારા પુત્રને અમે મારી નાખીશું. એક દિવસ વ્યાજખોરોએ તેમના પુત્ર અને તેની પત્નીને રસ્તામાં આંતરીને રૂપિયા આપવાની માંગ કરી હતી.
વ્યાજખોરોએ દંપતીને ઢોર માર માર્યો
દંપતીને ધાક-ધમકી આપીને પોતાના ઘરે બોલાવ્યા હતા, ત્યાં મહેશ હરદાસ નંદાણીયા, દિનેશ હરદાસ નંદાણીયા,હરદાસ પીઠા અને એક મહિલાએ આ પતિ-પત્નીને ઢોર માર માર્યો હતો. જેમાં પુરુષનું મોત નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.






