મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર લોકસભામાં પાટીદાર નેતાના ચંચુપાતથી કકળાટ! OBC નેતાને ઉતારી પાડ્યા

લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો પોતાની તાકાત

ગાંધીનગર લોકસભામાં પાટીદાર નેતાના ચંચુપાતથી કકળાટ! OBC નેતાને ઉતારી પાડ્યા

લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો પોતાની તાકાત અજમાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ગાંધીનગર લોકસભાને લઈ ખૂબ જ ધનગણાટ ચાલી રહ્યો છે. મહત્ત્વની વાત છે કે ગાંધીનગર લોકસભા 10 લાખથી વધુ મત સાથે વિજય મેળવવાની તવાયત હાથ ચાલી રહી છે.

આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતાની ખૂબ જ ચર્ચાઓ કાર્યકર્તાઓમાં ચાલુ થઈ છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના પ્રમુખની જવાબદારીવાળા હોદ્દેદારોની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં એક પાટીદાર નેતા અમિત શાહને વ્હાલા થવા માટે થઈ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના ઓબીસી નેતાઓ પર દમ મારી રહ્યા હતા. દમ મારતા મારતા તેમને ઓબીસી નેતાને ‘ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે આવવું નહીં’ તેવું પણ કહી દીધું. એકબાદ એક ત્રણ વખત તેમને જાહેર મીટિંગમાં ઉતારી પાડ્યા હતા. જેને લઇ ગાંધીનગર લોકસભાના કાર્યકર્તાઓમાં થનગણાટ શરૂ થઈ ગયો કે આ પાટીદાર નેતાને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાની પણ જવાબદારી સોંપેલી હતી છતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને વ્હાલા થવા માટે થઈ ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે વધુ પડતું ધ્યાન આપે છે અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં ધ્યાન આપતા નથી.

ઓબીસી નેતા દ્વારા પાંચ દિવસ પછી ફરી વખત મીટીંગ બોલાવવામાં આવી જેમાં મોટી સંખ્યામાં શક્તિ કેન્દ્ર અને બુથ પ્રમુખો હાજર રહ્યા હતા અને વોટરોની માહિતી પણ એકત્રિત કરી હતી. આ પાટીદાર નેતા ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પાટીદાર લોબી ચલાવતા હોવાની કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે, તેમ જ વોર્ડના મહામંત્રી અને મુખ્યમંત્રીના નજીકના કહેવાતા પાટીદાર બીજા નેતા ભેગા થઈ ઓબીસી નેતાને ગાંધીનગર લોકસભાથી સાઈડ લાઈન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો