Junagadh news: ચોક્સી બજારમાં ચિટર ગેંગ વેપારીઓને નબળું સોનું પધરાવી પ્યોર GOLD લઈ ફરાર
જૂનાગઢમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થતા વેપારી

જૂનાગઢમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ છે.. શહેરના ચોક્સી બજારમાં આ ચિટર ગેંગે વેપારીઓને નબળુ સોનું પધરાવીને પ્યોર ગોલ્ડ લઈ ગયા છે.
22 કેરેટના સોનાનો ચેઈને અને 18 રેકેટની સોનાની વિંટી ખરીદી
ન્યુ ગિરીરરાજ જ્વેલર્સ નામની દુકાનમાં મહિલા અને પુરુષ આવ્યા હતા.તેમણે 3 લાખ 10 હજારની કિંમતની સોનાની હાંસડી વેચી હતી..અને 22 કેરેટના સોનાનો ચેઈને અને 18 રેકેટની સોનાની વિંટી ખરીદી હતી.
આ બંને દાગીનાની રૂપિયા 2 લાખ 66 હજારમાં ખરીદી કરી અને હાંસડી વેચી તેના બાકી નીકળતા 44 હજાર રૂપિયા રોકડા પણ લઈ ગયા.જોકે મહિલા અને પુરુષે જે સોનાની હાંસડી વેચે તે ભેળસેળ વાળા સોનાની હાંસડી હોવાથી સોની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ છે.આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી મારફતે બંટી-બબલીને ઓળખવા તજવીજ હાથ ધરી છે..






