મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bharuch News: આમોદમાં બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી, સગીરાએ જન્મ આપ્યા બાદ નવજાત તરછોડ્યું

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાંથી નવજાત બાળકીને ત્યજી દેવાઈ હતી. બાળકીના રડવાના અવાજથી સ્થાનિ

Bharuch News: આમોદમાં બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી, સગીરાએ જન્મ આપ્યા બાદ નવજાત તરછોડ્યું

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાંથી નવજાત બાળકીને ત્યજી દેવાઈ હતી. બાળકીના રડવાના અવાજથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. હાલ ઘટનાને 3 દિવસ વીતી જવા છતાંય કોઈ કડી ન મળતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવતીને તેના જ બનેવીએ હવસનો શિકાર બનાવી હતી. જેથી દુષ્કર્મી બનેવીને ઝડપી લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નિષ્ઠુર માતાની શોધખોળમાં ઘટસ્ફોટ

સોમવારે બપોર ના સમયે બાળકીના જન્મ બાદ તુરત જ લોહી લુહાણ હાલતમાં દરબાર ગઢ વિસ્તારની એક મકાન ગલી માં મૂકી ફરાર થઈ ગયા હતા.આજુ બાજુ વિસ્તારના નગરજનને નવજાત બાળકીના રુદનનો અવાજ અને મળવાની સાથે જચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં ત્યજી દીધેલી બાળકીનો કબ્જો મેળવીને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા નવજાત બાળકી ત્યજી દેનાર નિષ્ઠુર માતાની શોધખોળ આદરી હતી. 

સગીરાની ઉંમર 15 વર્ષ

સમગ્ર બાબતે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સ્ત્રોત થકી બાળકીને જન્મ આપનાર માતા સુધી પહોંચવાની ગણતરીના કલાકો મળી હતી. નવજાત બાળકીને સગીરાએ ત્યજી દીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. નવજાત બાળકીને જન્મ આપનાર 15 વર્ષની સગીરાની પણ તબિયત લથડી  હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. સગીરા માતા બનતા તેણે પોતાની બાળકી ત્યજી દેવાનું પોલીસ તપાસ કબૂલાત કરી હતી. ત્રણ જ દિવસમાં ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવામાં આમોદ પોલીસને મોટી સફળતા મળી હતી. 

વારંવાર દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની

સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચારી સગા બનેવી એજ સગી સાળી ને હવસનો શિકાર બનાવવા ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. સગીરાની માતાની ફરિયાદને આધારે  દુષ્કર્મ આચારનાર બનેવીની ધરપકડ કરી મેડિકલ ચકાસણી સહિતની કાર્યવાહી ડી.વાય.એસ.પી. એલ. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસે નવજાત બાળકી ત્યજી દેનાર માતાની સામે ઘટનાના દિવસે જ ગુનો દાખલ કર્યો હતો. વધુ એક ગુનો ત્યજી દીધેલ બાળકી સદર્ભે દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો