મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસ ભરતીને લઈ મહત્ત્વના સમાચાર, આ તારીખથી શરૂ થઈ શકે છે શારીરિક પરીક્ષા

ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડ

પોલીસ ભરતીને લઈ મહત્ત્વના સમાચાર, આ તારીખથી શરૂ થઈ શકે છે શારીરિક પરીક્ષા

ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે, 'આગામી 25 નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરુ થશે.'

રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તેવામાં ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ PSI અને લોકરક્ષકમાં પોતાની પસંદગી થાય તે માટેની તૈયારી શરુ કરી દીધી છે, ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરુ થશે. 

PSI અને લોકરક્ષક શારીરિક કસોટીમાં પુરુષોએ 5000 મીટર દોડ, 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડ, 9.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. એક્સ સર્વિસમેને 2400 મીટર દોડ, 12.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ફોરેસ્ટ સહિતની શારીરિક કસોટી પાસ કરલા ઉમેદવારો પણ પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા છે.

14820 જગ્યાઓ પર સીધી ભરતી

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. જેમાં 126 વાયરલેસ PSI, 129 SRPFના હથિયારી PSI, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મીકેનીક ગ્રેડ-1, 35 MT PSI, 551 ટેક્નિકલ ઑપરેટર, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મીકેનીક ગ્રેડ-2, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા), 3214 SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો