મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે મહત્ત્વના સમાચાર, ગ્રેજ્યુઇટીમાં 25 ટકાનો વધારો

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃતિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્ત્મ મર્યાદામા

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે મહત્ત્વના સમાચાર, ગ્રેજ્યુઇટીમાં 25 ટકાનો વધારો

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃતિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્ત્મ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 20 લાખના બદલે 25 લાખ રૂપિયા ગ્રેજ્યુઇટી આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત થતા કર્મચારી-અધિકારીઓને આ લાભ મળશે.

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય

 રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આંતરરરાષ્ટ્રીય બુક ફેરનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્દઘાટન, 8 ડિસેમ્બર સુધી યોજાશે પુસ્તક મેળો 

આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે.મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. 
રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ. 53.15 કરોડનું ભારણ આવશે.

આ સમાચાર શેર કરો