મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખાડીઓના પાણી બેક મારતા તારાજીની તસવીરો આવી સામે, ગર્ભવતી મહિલાનું કરાયુ રેસ્ક્યૂ

સુરતમાં ભારે વરસાદના કારણે ખાડી પૂરની સ્થિતિ વિકટ બની છે. ખાડીઓના પાણી બેક માર

સુરતમાં ખાડીઓના પાણી બેક મારતા તારાજીની તસવીરો આવી સામે, ગર્ભવતી મહિલાનું કરાયુ રેસ્ક્યૂ

સુરતમાં ભારે વરસાદના કારણે ખાડી પૂરની સ્થિતિ વિકટ બની છે. ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે. જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાય થયા છે. પરવત પાટિયા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. જેમાં ગર્ભવતી મહિલાને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી હતી.

બોટ વધારવા આદેશ

લિંબાયત વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી રહી છે. પાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની મુલાકાત લેવામાં આવી હતી. સાથે ફાયર વિભાગને બોટ વધારવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉંમરલાયક વૃદ્ધોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. લિંબાયત વિસ્તારમાં હાલ ભારે તારા જે સર્જાય છે.

વૃક્ષ ધરાશાયી થતાં હાલાકી

પાંડેસરા વિસ્તારમાં ખાડીના પાણી બેક મારતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. આકાશ ભૂમિ પાસે વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન થયા છે. વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક સાઈડનો રસ્તો બંધ થઈ જતા કામ પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગર્ભવતીનું રેસ્ક્યૂં

ખાડીના પાણી રસ્તા પર ફરી મળી રહ્યા છે. સાથે જ ઘરમાં પણ ખુશી ગયા છે. પાણી ભરાયેલા વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા બોટ વડે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે. ગીતા નગર પર્વત ગામ માટે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. ફાયર વિભાગ દ્વારા મહિલાને બોટમાં બેસાડી રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. 

વાહનચાલકોને હાલાકી

ખાડીઓનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું છે. વરસાદના પગલે જનજીવન ખોરવાયુ છે. યોગીચોક વિસ્તારમાં ખાડી પૂર આવ્યા છે. ખાડીનું લેવલ વધતાં મહાવીર ચોકથી કિરણ ચોક રોડ તળાવ જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ ગયા છે. આખા રોડ પર કમર ડૂબ પાણી ભરાયા છે. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા છે. વાહન ચાલકોના વાહનો રસ્તા પર બંધ પડી જતા હાલાકીની સ્થિતિ સર્જાય છે.

SDRFની ટીમ દ્વારા ૨૧ વ્યકિતઓને રેસ્કયુ કરાયા

સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે. આજે તા.૨૪/૭/૨૦૨૪ના રોજ સવારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના ૨.૦૦ વાગ્યે ધુંટણસમા પાણી ભરાયા હતા. તત્કાલ માંગરોળના નાયબ મામલતદાર,તલાટી સહિતના અધિકારીઓએ તત્કાલ SDRFની ટીમને જાણ કરી હતી. જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા ૧૦ મહિલાઓ,  ૯ પુરુષો તથા બે બાળકો મળી ૨૧ વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો