મોરબી: સ્વામીનારાયણ સંસ્થાએ મચ્છુ નદીના પટમાં ગેરકાયદે દીવાલ ચણી
ગુજરાતમાં સ્વામીનારાયણ સંસ્થા વધુ એક વખત વિવાદમાં આવી છે. મોરબીમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ

ગુજરાતમાં સ્વામીનારાયણ સંસ્થા વધુ એક વખત વિવાદમાં આવી છે. મોરબીમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદીના પટમાં ગેરકાયદે દીવાલનું ચણતર કર્યું હેવાની વાત સામે આવી રહી છે. હાલ નગરપાલિકાની ટીમ મચ્છુ નદીના પટમાં તપાસ માટે પહોંચી છે. અને દીવાલની માપણી કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
મંજૂરી ન લીધી હોવાનો અધિકારીએ દાવો કર્યો
આ મામલે મોરબી ટાઉન પ્લાનિંગ અધિકારીએ દીવાલના બાંધકામ માટે મંજૂરી ન લીધી હોવાનો દાવો કર્યો છે. તેમજ અધિકારીએ સંસ્થાએ ઓનલાઈન પ્રોસેસ કરી હોવાનો મંદિરે દાવો કર્યો છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે માપણી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નગરપાલિકની ટીમ દ્વારા મચ્છુ નદીના પટમાં માપણીની કામગીરી શરુ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મામલે અગાઉ ગેરકાયદે દીવાલને લઈને અરજી થતાં મોરબી જિલ્લા ક્લેક્ટરે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી અને તપાસ બાદ સમિતિને રિપોર્ટ રજૂ કરવા આદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાએ મચ્છુ નદીના પટમાં ગેરકાયદે દીવાલનું ચણતર કરવા બદલ સંસ્થાને નોટિસ પણ પાઠવી છે






