મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

IFFCO: ચેરમેનની ચૂંટણી બીન હરીફ જાહેર, દિલીપ સંઘાણીની જીત

IFFCOની ડાયરેકટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાની જીત બાદ હવે IFFCO ચેરમેન અને વાઈસ ચેરમેનની નિ

IFFCO: ચેરમેનની ચૂંટણી બીન હરીફ જાહેર, દિલીપ સંઘાણીની જીત

IFFCOની ડાયરેકટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાની જીત બાદ હવે IFFCO ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક બીન હરીફ થઈ છે. ચેરમેન પદ માટે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન પદ માટે બલવિંદરસિંહની સિંઘે ફોર્મ ભર્યું હતું.

ચેરમેન પદ માટે દિલીપ સંઘાણીએ ભર્યું હતું ફોર્મ

તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ રીતે જીત થઈ છે. અગાઉ ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ બિપિન પટેલને મળ્યું હતું.

 દિલીપ સંઘાણીની બિનહરીફ રીતે જીત થઈ

જ્યારે મન્ડેટ ન મળવા છતાં જયેશ રાદડીયાની IFFCOની ડાયરેક્ટરની ચૂંટણીમાં જીત થઈ હતી. ચેરમેનની ચૂંટણી બીન હરીફ રહેતા દિલીપ સંઘાણીની બિનહરીફ રીતે જીત થઈ છે.

આ સમાચાર શેર કરો