મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: સતલાસણા મામલતદાર કચેરીમાં ACBની રેડ, કોમ્પ્યુટર ઓપરેટર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

મહેસાણાની સતલાસણા મામલતદાર કચેરીમાં ACBની રેડ પાડવામાં આવી હતી. લાંચિયા કર્મચારીને લાંચ લેવી ભાર

મહેસાણા: સતલાસણા મામલતદાર કચેરીમાં ACBની રેડ, કોમ્પ્યુટર ઓપરેટર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

મહેસાણાની સતલાસણા મામલતદાર કચેરીમાં ACBની રેડ પાડવામાં આવી હતી. લાંચિયા કર્મચારીને લાંચ લેવી ભારે પડી છે.  સતલાસણા મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર 50 હજારની લાંચ લેતો રંગે હાથ ઝડપાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે શખ્સ પાસેથી જમીનને જૂની શરતમાં લેવા માટે 50 હજારની માંગ કરી હતી. અને 50 હજાર રૂપિયા ન આપે તો કામ ન થવાની પણ ધમકી આપી હતી.

 ACBએ છટકું ગોઠવીને કોમ્પ્યુટર ઓપરેટરને દબોચ્યો

તો બીજી તરફ  ફરિયાદી કોઈપણ ભોગે લાંચ આપવા તૈયાર નહોતો. આ મામલે ફરિયાદીએ ACBનો તુંરત સંપર્ક સાધ્યો હતો. ACBએ છટકું ગોઠવીને  મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો રવિ ઈશ્વરભાઈ પટેલને દબોચ્યો હતો.

અન્ય કોઈ પાસેથી લાંચ માંગી છે કે નહીં તેની તપાસ યથાવત

હાલ આ શખ્સે અન્ય કોઈ પાસેથી લાંચ માંગી છે કે નહીં તે અંગે ACB દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વધારી મલાઈ ખાતા સંખ્યાબંધ અધિકારીઓ, વચેટીયાઓને રાજ્યભરમાંથી ACBએ દબોચ્યા છે. 

આ સમાચાર શેર કરો