મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સુરતને બચાવવું હોય તો બચાવી લો', બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો

સુરતમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. જો સુરતને બચાવવું હોય તો બચાવી લો.

'સુરતને બચાવવું હોય તો બચાવી લો', બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો

સુરતમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. જો સુરતને બચાવવું હોય તો બચાવી લો. રાત્રે 11.55 કલાકે ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની કરવાની ધમકી આપવામાં આવી હતી. સુરત કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી હતી.

સુરત કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી 

ઉધના વિસ્તારમાં ત્રણ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાના કોલથી પોલીસ વિભાગ દોડતું થયું હતું. પીઆઇ,એસીપી,ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.

પોલીસની અલગ અલગ ટીમોએ મધરાત સુધી આદરી તપાસ

પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મધરાત્રી સુધી ઉધનાના ત્રણેય સ્થળો પર ઝીંણવટ પૂર્વક તપાસ આદરી હતી.  જોકે તપાસમાં કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી આવી નહોતી. ત્યાર બાદ પોલીસે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કર્યો હતો. કોલ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો.

આરોપી જે પોલીસ પકડમાં આવ્યો છે તેની ઓળખ અશોક સિંહ તરીકે થઈ છે, જોકે આ શખ્સે કયા કારણોસર આ કોલ કર્યો, તેનો ઈરાદો શું તે મામલે હાલ સઘન પૂછપરછ પોલીસ દ્વારા  હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની અલગ અલગ સ્કૂલોને પણ મળી હતી

જોકે લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ પ્લાન્ટ કર્યાના ધમકીભર્યા મેલ આવ્યા હતા.બોમ્બ સ્ક્વોડ અને પોલીસ તંત્રે જે જે સ્કૂલોમાંથી બોમ્બના મેલ આવ્યા હતા, તે તમામની તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો