મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

1 ગ્રામ પણ સોનાની ઉચાપત સાબિત થશે તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું, મહુડી જૈન શ્વેતાબ્મર સંઘનો સ્પષ્ટ જવાબ

ગાંધીનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થાન મહુડીમાં ટ્રસ્ટનો વિવાદ વધુ આગળ

1 ગ્રામ પણ સોનાની ઉચાપત સાબિત થશે તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું, મહુડી જૈન શ્વેતાબ્મર સંઘનો સ્પષ્ટ જવાબ

ગાંધીનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થાન મહુડીમાં ટ્રસ્ટનો વિવાદ વધુ આગળ ધપ્યો છે. શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલાઓએ તેમના ઉપર લાગવામાં આવેલા વિવિધ આરોપોને ફગાવ્યા હતા. આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે, મનઘડત આક્ષેપ કરનારા સામે તેઓ બદનક્ષીનો દાવો માંડશે.

ભક્તોને ગેરમાર્ગે દોરીને બંને શખસો ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છેઃ મહુડી જૈન શ્વેતામ્બર સંઘ

શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેતા, વોરા અને શાહ પરિવારના પ્રતિનિધિઓએ આજે અમદાવાદ ખાતે જણાવ્યું કે, 'પાસા હેઠળ 19 માસની સજા ભોગવી ચૂકેલા અંકિત શ્રેણિકભાઈ મહેતા તથા જયેશ મહેતાને તેમના ગુનાઈત ઈતિહાસને પગલે ગયા વર્ષે મહુડી સંઘના સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં હતા. આમ છતાં તેઓ પોતે ટ્રસ્ટી અથવા સભ્ય હોવાનું ખોટું પ્રતિનિધિત્વ આપી, ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.'

આ સમાચાર શેર કરો