મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરશે તેને હું ઇનામ આપીશ'- નીતિન પટેલ

મહેસાણાના જિલ્લામાં ઊંઝા ખાતે ધજા મહોત્ત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી

'મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરશે તેને હું ઇનામ આપીશ'- નીતિન પટેલ

મહેસાણાના જિલ્લામાં ઊંઝા ખાતે ધજા મહોત્ત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી. નીતિન પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરશે તેને હું ઇનામ આપીશ.

નીતિન પટેલે ઊંઝા મહોત્ત્સવ દરમિયાન કહ્યું કે, આપણા હિન્દૂ ધર્મમાં મંદિર જેટલું જ ધજાનું મહત્ત્વ છે. યથા શક્તિ પ્રમાણે ભક્તો ધજા ચડાવતા હોય છે. ઊંઝાએ ગુજરાતના લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઊંઝા સંસ્થા દ્વારા અનેક સામાજિક સેવાઓ કરવામાં આવે છે. હાલમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત ભારતમાં પણ મા ઉમાના મંદિરો બન્યા છે. અમેરિકામાં પણ કરોડો રૂપિયાના મંદિરો બન્યા છે. અમદાવાદ સોલામાં પણ ઊંઝા મંદિર જેવું મંદિર બનવા જઇ રહ્યું છે. આ ધજા મહોત્ત્સવમાં 4 કરોડથી વધુ દાન ઉમિયા માતાને મળ્યું છે. ઊંઝા સંસ્થાને જ્યારે જરૂર પડી છે ત્યારે રાજ્ય સરકારે મદદ કરી છે. 

ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી નહીં મળે- નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, "લોકપ્રિય આવા મુખ્યમંત્રી હું નથી માનતો કે આપણને મળશે. હસતાને હસતા જ રહે છે કોઇ દિવસ નારાજ થતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરે તેને હું ઇનામ આપીશ. કોઇ મુખ્યમંત્રીને ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય અને મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઇને હસતા હસતા બહાર જાય છે.એમનામાં જાદુ છે."

વધુમાં નીતિન પટેલે કહ્યું કે, હમણા ડૉક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારવા માટે હડતાળ કરી હતી. હું આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારી હૉસ્પિટલમાં દરરોજ આવતા હોય અને હડતાળ હોય તો ચિંતા થશે. મુખ્યમંત્રીએ બધાને બોલાવ્યા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા. સાહેબે તેમને કહ્યું કે, તમે તમારૂ કામ કરો અને હું મારૂ કામ કરીશ અને હડતાળ સમેટાઇ ગઇ. આ જાદુ તેમનામાં છે."

આ સમાચાર શેર કરો