મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરુચના સેગવા ગામે ચારિત્ર્યની શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિ રાજકોટના કુવાડવા નજીક ખેતરમાંથી દબોચાયો 

ભરૂચના સેગવા ગામની સીમમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ચારિત્ર્યની શંકામાં પતિએ જ

ભરુચના સેગવા ગામે ચારિત્ર્યની શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિ રાજકોટના કુવાડવા નજીક ખેતરમાંથી દબોચાયો 

ભરૂચના સેગવા ગામની સીમમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ચારિત્ર્યની શંકામાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. હત્યારો પતિ રાજકોટના કુવાડવા નજીક ખેતરમાંથી ઝડપાયો છે. મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે.

મહિલા ઘાસચારો લેવા ગયેલી

ભરૂચ તાલુકાના સેગવા ગામના એક વ્યક્તિ પશુઓનો તારીખ ચોથી ઓગષ્ટના રોજ ઘાસ ચારો લેવા માટે સીમમાં આવેલ તાડીયા વગામાં ખેતરમાં ઓરડી પાસે એક મહીલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પાલેજ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ કાળીબહેન હોવાનું બહાર આવ્યું હતું સાથે જ કાળીબહેનનો પતિ  રામસિંગ ભીલ ફરાર હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

દાતરડાના ઘા ઝીંકી હત્યા કરાયેલી

ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાય હતી અને રામસિંગ ભીલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ રવાના કરવામાં આવી હતી જ્યા રાજકોટના કુવાડવા નજીક તરઘડીયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.આરોપી રામસિંગ ભીલ અને કાળીબહેન મૂળ મધ્યપ્રદેશના છે અને સેગવા ગામે ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા જો કે કાળીબહેનના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંગ ભીલે દાતરડા ના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો