પતિની હવસ / યુરીન ઈન્ફેકશન હોવા છતાં પત્નીને સેક્સ માટે દબાણ કરતો, પરિવારની સામે કરતો બીભત્સ ઈશારા
અમદાવાદ શહેરમાં એક કામુક પતિની હવસથી તેની પત્ની એટલી હદે કંટાળી ગઈ કે તેણે 181 અ

અમદાવાદ શહેરમાં એક કામુક પતિની હવસથી તેની પત્ની એટલી હદે કંટાળી ગઈ કે તેણે 181 અભયમ હેલ્પલાઈનની મદદ લેવી પડી. મહિલાનો પતિ ગમે ત્યારે તેને સેક્સ કરવા માટે દબાણ કરતો. મહિલાને યુરીન ઈન્ફેકશન હોવા છતાં તેણે દબાણ કરેલું. પતિ પરિવારની હાજરીમાં મહિલાને સેક્સ માટે બીભત્સ ઈશારા કરતો. આટલું ઓછું હોય તેમ સેક્સ સમયે પત્ની સાથે માણેલી પળોને ડાયરીમાં લખતો. જો કે અભયમની ટીમે કાઉન્સિલિંગ કરીને પતિ-પત્નીની સમસ્યાનું નિવારણ કર્યું હતું.
યુરીન ઈન્ફેકશન હોવા છતાં સેક્સ માટે દબાણ કરતો
ત્રણ બાળકો અને લગ્નના 14 વર્ષ પછી કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા પુરુષે તેની પત્નીને છૂટાછેડા આપવાની વાત કરતા મહિલાએ અભયમની મદદ માંગી હતી.
પત્નીને થોડાંક વર્ષોથી યુરીન ઈન્ફેકશન હોવાથી ડોક્ટરે બંનેને શારીરિક સંબંધ ન બાંધવાની સલાહ આપી હતી અને પતિને પણ દવા લેવાનું જણાવ્યું હતું. પરંતુ પતિ દવા લેવા માટે તૈયાર ન હતો જેના લીધે પત્નીને ઇન્ફેકશન વધી ગયું હતું.
પત્નીની આવી સ્થિતિમાં પણ પતિ વારંવાર શારીરિક સંબંધ બાંધવા પત્નીને દબાણ કરતો હતો અને બાળકો તથા પરિવારના સભ્યોની હાજરી બીભત્સ ઈશારા કરતો હતો.
પત્નીએ 181 અભયમ હેલ્પલાઇનમાં માંગી મદદ, પતિ ભડક્યો
હવસખોર પતિથી ત્રાસી ગયેલી પત્નીએ 181 અભયમ હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માંગી હતી. અભયમ ટીમના સીનીયર કાઉન્સેલર તથા સ્થાનિક પોલીસની ટીમને લઈને કોલ કરનાર પીડિત મહિલાના ઘરે પહોંચ્યા હતા. અભયમની ટીમને જોતા મહિલાનો પતિ ભડકી ઉઠ્યો હતો અને મન ફાવે તેવું વર્તન અભયમની ટીમના કર્મીઓ સાથે કરવા લાગ્યો હતો.
બાદમાં થોડા સમય બાદ અભયમ સિનિયર કાઉન્સેલર સમજવાનો પ્રયાસ કર્યો તેમ છતાં મહિલાનો પતિ નહી માનતા અભયમ ટીમની સાથે આવેલ સ્થાનિક પોલીસે કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સને ખરા અર્થમાં કાયદાના પાઠ ભણાવવાની શરૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો.
બળજબરી સેક્સ કરવું એ બળાત્કાર કહેવાય - અભયમ ટીમ
બીજી તરફ અભયમની ટીમે મહિલાના પતિને સમજાવતા જણાવ્યું હતું કે બળજબરીથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધ કાયદાની ભાષામાં શું કહેવાય છે તેની તમને સારી રીતે ખબર છે. માટે હવે પછીથી આ પ્રકારની ભૂલ થાય નહી તેનું ખાસ ધ્યાન રાખવાનું અભયમની ટીમે જણાવ્યું હતું. આ મામલે અભયમ ટીમે મહિલાના પતિ પાસેથી લેખિતમાં બાંહેધરી પણ લીધી છે.








