સાબરકાંઠામાં ખેલાયો ખૂની ખેલ: સગરવાસમાં પતિએ તીક્ષ્ણ હથિયારથી પત્નીનું ગળું કાપી નાખ્યું
સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. બીજી તરફ પોલીસે હત્

સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. બીજી તરફ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં વડાલીના સગરવાસમાં બુધવારે પતિએ જ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખતા ચકચાર મચી છે. આ બનાવના પગલે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.
બીજી તરફ આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પતિએ ક્યાં કારણોસર પત્ની કરપીણ હત્યા કરી તેનું કારણ જાણી શકાયું નથી.






