મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પત્નીની હત્યા કરી પતિએ ખાધો ફાંસો, રોજિંદા ઝઘડાથી પગલું ભર્યાનું અનુમાન, સંતાનો નોધારા

સુરતમાં પતિ-પત્ની વચ્ચેના કંકાસે લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ રોજિંદા ઝઘડાથી કંટાળીને પત્નીને ત

સુરતમાં પત્નીની હત્યા કરી પતિએ ખાધો ફાંસો, રોજિંદા ઝઘડાથી પગલું ભર્યાનું અનુમાન, સંતાનો નોધારા

સુરતમાં પતિ-પત્ની વચ્ચેના કંકાસે લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ રોજિંદા ઝઘડાથી કંટાળીને પત્નીને તિક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પતિ પત્નીના મોતને લઈને સંતાનો નોંધારા થઈ ગયાં હતાં. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ, દુકાનમાં ઘુસેલા શખ્સોએ બેનાં કાપ્યાં ગળાં

દીકરા હરિયાણા ગયેલા

કતારગામની ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય નરેશભાઈ કુંડલિયાને પરિવારમાં પત્ની અને બે પુત્રો અને એક પુત્રી છે. રાત્રિ  દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને નરેશભાઈએ પોતાની પત્ની જમનાબેનની હત્યા કરી હતી. બાદમાં જાતે રૂમમાં જઈને દોરીએ લટકી જઈને ફાંસો ખાઈ લીધો હતો. જેથી ચકચાર મચી ગઈ હતી. પોલીસે બન્નેના મૃતદેહો પીએમ માટે મોકલી આપ્યા હતાં. બન્ને દીકરા કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા હરિયાણા ગયા હોવાનું સામે આવ્યું છે. 

ઉશ્કેરાટમાં હત્યા

ડીસીપી પિનાકીન પરમારે કહ્યું કે, સિંગણપોરની ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં એક ઘરમાંથી મૃતદેહ મળ્યા હતાં. જમનાબેન કુંડલીયાની ધારિયાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. તેની સામે તેમના 50 વર્ષીય પતિ નરેશભાઈ દેવજીભાઈ કુંડલિયા હુક સાથે દોરી બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં હતા.પ્રાથમિક તબક્કે પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી.પોલીસ દ્વારા પણ આ દિશામાં જ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેમના કુટુંબીજનોને પણ સંપર્ક કરીને હાલતો બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો