Ahmedabad news: ઓઢવના ખાડામાં બાઈકસવાર ગરકાવનો મામલો, AMC કમિશનરને માનવઅધિકાર પંચનું સમન્સ
અમદાવાદમાં ઓઢવમાં ભારે વરસાદ વરસ્યો હતો, તે સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જે

અમદાવાદમાં ઓઢવમાં ભારે વરસાદ વરસ્યો હતો, તે સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં મ્યુનિ.એ ખોદેલાં ખાડામાં બાઇકસવાર ગરકાવ થઇ જઇ મોતને ભેટ્યા હતા.
ગુજરાત રાજ્ય માનવઅધિકાર પંચે મ્યુનિ.કમિશનરને ૧૮મી ઓગસ્ટે આયોગ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યું
આ સમગ્ર મામલની ગંભીરતાથી લઇને ગુજરાત રાજ્ય માનવઅધિકાર પંચે મ્યુનિ.કમિશનરને ૧૮મી ઓગસ્ટે આયોગ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. AMC કમિશનરને સમન્સ મળતાઅધિકારીઓમાં ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ ગુજરાત માનવઅધિકાર પંચે એ પણ સ્પષ્ટતા કરી છે કે નિયત કરાયેલી તારીખે કમિશનર હાજર નહિ રહે તો કમિશનર વિરૂધ્ધ સખ્ત પગલાં પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
ઘટનાના CCTV આવ્યા સામે
અમદાવાદના ઓઢવના અંબિકા નગરમાં મોગલ માતાના મંદિર પાસે ખાડામાં આધેડ પડ્યા હતા.CCTVમાં દેખાઈ રહ્યુ હતું કે આધેડ બાઈક સાથે ખાડામાં પડે છે અને ગાયબ થઈ જાય છે. તો બીજા દિવસે આધેડનો મૃતદેહ મળી આવે છે.
મણિનગર અને ઓઢવમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો
મણિનગર અને ઓઢવમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ઓઢવ ફાયર સ્ટેશન આસપાસનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં કમરથી ઉપરના ભાગ સુધી વરસાદી પાણી ભરાયા હતા.






