VIDEO/ સુઇગામના કટાવ ગામે ભારે પવન-વરસાદથી કથાનો વિશાળ મંડપ ધરાશાયી
સુઈગામ તાલુકાના કટાવ ગામે યોજાયેલ ધાર્મિક કથા કાર્યક્રમ દરમિયાન ગત મોડી રાત્રે
સુઈગામ તાલુકાના કટાવ ગામે યોજાયેલ ધાર્મિક કથા કાર્યક્રમ દરમિયાન ગત મોડી રાત્રે અચાનક ભારે પવન અને વરસાદ તૂટી પડતા કથા માટે ઉભો કરાયેલો વિશાળ મંડપ ધરાશાયી થતાં અફરા તફરી મચી હતી. વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા કાર્યક્રમ સ્થળે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે રાત્રે દરમિયાન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
ભારે પવનના ઝાપટાં અને વરસાદના કારણે મંડપનો મોટો ભાગ ધરાસાઈ થતા આયોજન સમિતિ અને ગ્રામજનો તાત્કાલિક કામગીરીમાં લાગી ગયા હતા. સંયોજકો દ્વારા રાત્રિ દરમિયાન જ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેથી ધાર્મિક કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ન પડે.
મંડપ ધરાશાયી થવાની ઘટનાના છતાં ભક્તોમાં શ્રદ્ધા અને ઉત્સાહ યથાવત રહ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો કથા સ્થળે ઉમટી પડ્યા હતા. સંયોજકો દ્વારા સુરક્ષા અને સુવિધાની ખાસ કાળજી રાખી કથા માટે અલગ સ્થળે સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામજનો અને સેવાભાવી યુવાનોની મહેનતથી ટૂંકા સમયમાં નવી વ્યવસ્થા ઉભી થતાં કથા કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધ્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પવન અને વરસાદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.





