મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના વોર્ડ નંબર 27 ડિંડોલી વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે રોષ, ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. વ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. વિવિધ પક્ષોંમાં ટિકિટ ફાળવણીની પણ જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ ઠેકઠેકાણે અસંતોષનો સુર પણ ઉઠ્યો છે. સુરતમાં પણ ભાજપ વિરુદ્ધ અસંતોષ જોવા મળ્યો હતો.

 ડિંડોલી વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે રોષ

સુરતના વોર્ડ નંબર 27 ડિંડોલી વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી અહીં સ્થાયી થયેલા પાટીદાર અને ઉત્તર ગુજરાતના રહીશોએ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે.સમાજના અગ્રણીઓની મળેલી મોટી બેઠકમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો ભાજપ અવગણના કરશે તો અન્ય પક્ષ તરફ વળવાની મજબૂરી ઊભી થશે.  

આ સમાચાર શેર કરો