મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ટિકિટ મેળવનાર મહિલા નેતા પક્ષથી નારાજ, 200 કાર્યકરો સાથે આપ પાર્ટીને કર્યા રામ રામ

રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે નેતાઓ પ્ર

રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે નેતાઓ પ્રચાર કરવામાં વ્યસ્ત છે, તો કેટલાક નેતાઓ ટિકિટ ન મળવાથી નારાજ છે તો બીજી તરફ સુરતની આપ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.

પાંચ વર્ષથી સક્રિય ડો. પ્રીતિ સદાદીયાએ પાર્ટીએ ટિકિટ આપી હોવા છતાં રાજીનામુ ધર્યું

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં ભારે ભડકો થયો છે. વોર્ડ નંબર 7 માં પાંચ વર્ષથી સક્રિય ડો. પ્રીતિ સદાદીયાએ પાર્ટીએ ટિકિટ આપી હોવા છતાં 200 કાર્યકરો સાથે રાજીનામું ધરી દીધું છે.પ્રીતિબેને પાર્ટીના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, દિલ્હીથી આવેલા સહયોગીઓ માત્ર ફંડ ઉઘરાવવામાં જ રસ ધરાવે છે. વોર્ડ નંબર 7 ના બદલે વોર્ડ 12 માં ટિકિટ અપાતા નારાજ થઈ તેઓ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.  

આ સમાચાર શેર કરો