VIDEO: સુરત પોલીસ કમિશનર ઠગબાજો સામે ફુલ એક્શનમાં, બે દિવસમાં જ છેતરપિંડીના 16 ગુના દાખલ
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને નુકસાન પહોંચાડતા ઠગબાજો સા
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને નુકસાન પહોંચાડતા ઠગબાજો સામે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કડક વલણ અપનાવ્યું છે. 'સંવાદ સેતુ' કાર્યક્રમ બાદ એક્શન મોડમાં આવેલી પોલીસે માત્ર બે જ દિવસમાં છેતરપિંડીના કુલ 16 ગુનાઓ દાખલ કર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ તપાસમાં 2 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની મોટી ઠગાઈના મામલાઓ સામે આવ્યા છે. ઉદ્યોગપતિઓને આર્થિક નુકસાનથી બચાવવા પોલીસની આ સપાટાબદ્ધ કાર્યવાહીથી છેતરપિંડી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



