મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેવી રીતે ભણશે ગુજરાત? હાફેશ્વરની કોતરોમાં પાણી આવી જતા વિદ્યાર્થીઓ બોટમાં શાળાએ જવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે આઝાદીના વર્ષો પછી પણ પ્રાથમિક શાળાએ જવા મા

કેવી રીતે ભણશે ગુજરાત? હાફેશ્વરની કોતરોમાં પાણી આવી જતા વિદ્યાર્થીઓ બોટમાં શાળાએ જવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે આઝાદીના વર્ષો પછી પણ પ્રાથમિક શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ચોમાસામાં હાફેશ્વરના કોતરોમાં પાણી આવી જતા કિનારા ઉપર રહેતા વિદ્યાર્થીઓ સામે કિનારે આવેલી પ્રાથમિક શાળામાં 9 જેટલા બાળકો નાની બોટ દ્વારા 2 કિલોમીટર પાણીમાં બોટની મુસાફરી કરી શાળાએ પહોંચે છે. 

ભયનો ઓથાર નીચે જવા મજબૂર

કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે મુખ્ય રસ્તા સુધી ડામર રસ્તો છે. પરંતુ આદિવાસી સમાજના લોકો ડુંગરની તળેટી વચ્ચે અલગ અલગ 6 જેટલા ફળિયાઓમાં રસ્તા નથી. જયારે હાફેશ્વરના છેવાડાના સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે. જયારે ડુંગરની તળેટી વચ્ચે જુના મંદિર ફળિયાના અને જારના ફળિયાના 2 ફળિયાના બાળકોને શાળાએ જવા માટે કાચા રસ્તેથી જાય તો કોતર આવે છે. તેમાં પાણી બે કાંઠે વહે છે. જેથી દીકરીઓને જોખમ હોય છે. વાલીઓ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે 9 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ કોતરના ખૂણા ઉપરથી બોટમાં બેસાડીને નદીના સામા છેડે આવેલી પાદર ફળિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે દરરોજ મુકવા અને લેવા માટે વાલીયો અને ગ્રામજનો જાય છે. જયારે વિદ્યાર્થીઓ જીવના જોખમે 2 કિલોમીટર અભ્યાસ કરવા માટે બીજો કોઈ રસ્તો ના હોવાથી બોટનો ઉપયોગ કરે છે.

દર વર્ષે આવુ જ થાય છે

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોતરોના પાણીમાં મગર છે. અનેક વાર મગરોને જોયા છે. બોટ નીચે મગર આવી જાય તો બોટ ઉંધી પડી શકે છે. ચોમાસાના 4 મહિના સરકાર અમને  અભ્યાસ માટે બોટની સુવિધા આપે તે જરૂરી છે. હાલ તો ગામના લોકો અને વાલિયો બોટની વ્યવસ્થા અને પેટ્રોલની વ્યવસ્થા કરીને બોટ ચલાવે છે. સરકારે અમારા માટે આ છેડા ઉપર પ્રાથમિક શાળા બનાવી આપે તે જરૂરી છે. આઝાદીના વારસોથી આ પરિસ્થિતિ છે. સરકાર કહે છે દીકરીઓ ભણાવો પરંતુ કેવી રીતે ભણવું તે એક સવાલ ઉભો થાય  છે.

સરકાર બોટની વ્યવસ્થા કરે

હિંમતભાઈ ભીલના જણાવ્યા મુજબ હાફેશ્વર ગામે સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે. બુધવારના રોજ 3 બાળકો શાળાએ ગયા હતા. દરરોજ 9 બાળકો શાળાએ બોટ મારફતે જાય છે. સરકાર 4 મહિના માટે આ બાળકો માટે બોટની વ્યવસ્થા કરે તે જરૂરી છે. જયારે બીજા છેડે બાળકોની સંખ્યા ઓછી નાની એક રૂમની શાળા બનાવે તે જરૂરી છે. બોટમાં જવાનો રસ્તો હોવાથી અમુક બાળકો અભ્યાસ છોડી દે છે. અમારી મુશ્કેલી જોવા માટે અધિકારીઓ આવવું જોઈએ. 

આ સમાચાર શેર કરો