8 કરોડનો બંગલો અને કરોડોની સંપત્તિ? 75 હજારના પગારદાર સાગઠિયાની રાજકોટ અગ્નિકાંડમાં મુશ્કેલી વધી
રાજકોટ અગ્નિકાંડમાં જ્યારથી તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારથી એક બાદ એક મોટા માથાઓના નામ સામે આવ

રાજકોટ અગ્નિકાંડમાં જ્યારથી તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારથી એક બાદ એક મોટા માથાઓના નામ સામે આવી રહ્યા છે.એવામાં એક આરોપી મનસુખ સાગઠીયાની પણ તપાસ થઈ રહી છે. તપાસમાં 75 હજારના પગારદાર સાગઠીયા પાસે 8 કરોડનો બંગલો અને કરોડોની સંપત્તિ કેવી રીતે આવી? તે સૌથી મોટો પ્રશ્ન છે.
8 કરોડનો બંગલો અને કરોડોની સંપત્તિ કેવી રીતે આવી
મનસુખ સાગઠીયા પોતાના સગાસબંધી અને ભાઈઓના નામે મિલકત ખરીદી કરતો અને પાવરનામું પોતાના નામે કરાવી લેતો હતો. મનસુખ સાગઠીયાને પોતાના ભાઈઓ પર પણ ભરોસો નહોતો. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં જ સાગઠિયાને હટાવી દેવાયા હતા.
75 હજારના પગારદાર સાગઠીયા કરોડોનો માલિક
રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની અને પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે. સાગઠિયા કરોડોની સંપત્તિનો આસામી હોવાનો ખુલાસો થયો છે.તેમની પાસે 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, 200 કરોડની જમીન સહિતની મિલકતો વસાવી હોવાના આરોપ લાગ્યા છે.






