સુરતમાં ભાડે રહેતી યુવતીને મકાન માલિકે વાળ પકડીને બેરહેમીપૂર્વક માર્યો માર
સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી સાથે મકાન માલિકે તાલિબાની કૃત્

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી સાથે મકાન માલિકે તાલિબાની કૃત્ય આચર્યુ હતું. સ્ત્રી સન્માનની જગ્યાએ ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને માર મારવામાં આવ્યો હતો. મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકોએ નિર્દયતાથી માર માર્યો હતો.
પીડિતા મુંબઈની રહેવાસી છે. ભાડાને લઈને યુવતીના વાળ પકડીને ઢીકા અને તમાચા ઝીકવામાં આવ્યાં હતાં. યુવતીનું બે મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હતી. મકાનમાં ત્રણ યુવતીઓ રહેતી હતી. જેમાંથી બે યુવતી ડરીને નાસી ગઈ હતી.
મારામારીની ઘટનામાં યુવતીને હાથ-પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી.યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ આપી હતી. પીડિત યુવતીએ કહ્યું, મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે.






