મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખંભાળિયામાં ભારે વરસાદને કારણે 3 માળનું મકાન ધરાશાઈ, બેના મોત

એક બાજુ દેવભૂમિ દ્વારકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આજે ખંભાળિયામાં એક મકાન ધરાશાઈ થયું

VIDEO: ખંભાળિયામાં ભારે વરસાદને કારણે 3 માળનું મકાન ધરાશાઈ, બેના મોત

એક બાજુ દેવભૂમિ દ્વારકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આજે ખંભાળિયામાં એક મકાન ધરાશાઈ થયું હતું. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે 6 લોકોનો બચાવ થયો છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મંગળવારે ગગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હતું. આ બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, કાટમાળમાંથી  બે લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે 6 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.  બીજી તરફ આ બનાવની જાણ થતા જ  મામલતદાર વિક્રમ વરુ તેમજ ચીફ ઓફિસર ભરત વ્યાસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  

દ્વારકામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ 

ઉલ્લેખનીય છે કે,  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્યાણપુર અને દ્વારકાના ગામડાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને ડીજીપી વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા.

આ સમાચાર શેર કરો