ઊના - ગીરગઢડા રોડ પર બે બાઈક વચ્ચે ભયાનક ટક્કર, 2 યુવાનોના મોત, 3 ગંભીર રીતે ઘાયલ
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનઓ સતત આવતી રહેતી હોય છે. અને આ દુર્ઘટનામાં કેટલાય લોકો પોતાનો અમૂલ્ય જ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનઓ સતત આવતી રહેતી હોય છે. અને આ દુર્ઘટનામાં કેટલાય લોકો પોતાનો અમૂલ્ય જીવ ગુમાવે છે. ત્યારે આવી જ એક દુર્ઘટના ઊનાનાં ગીરગઢડા રોડ પર આવેલ ખાપટ ગામ નજીક થઈ હતી.
બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
જેમાં બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિનાં ઘટના સ્થળ પર જ મો નિપજ્યા હતા, ત્રણ યુવકોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મૃતક યુવાનો
રાકેશભાઈબાબુભાઈ સાખટ
ભરતભાઈ ઓધડભાઈ
ઈજાગ્રસ્ત યુવાનો
બાબુભાઈ લાખાભાઈ બારીયા
કેતનભાઇ નાથા ભાઈ સાખટ
હરેશભાઈ ડાયા ભાઈ જાદવ
ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણેય યુવાનોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયાં હતાં. બન્ને બાઈક વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઈકનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. દુર્ઘટનાની જાણ થતાં જ ઊના પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. બન્ને મૃતકના મૃતદેહને પી એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








