VALSAD : ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ, આવતીકાલે શાળા-કોલેજો, ITI અને આંગણવાડીમાં રજા જાહેર
VALSAD NEWS : વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્

VALSAD NEWS : વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદી કિનારા નજીના નિચાણવાળા વિસ્તારો બરૂડિયાવાડ, કાશ્મીરાનગર , બંદર રોડ પીચિંગ અને તરીયાવાડમાં પાણી ભરાયા છે. ફાયર બ્રિગેડ, NDRF અને પાલિકાની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા તેમજ ભારે વરસાદને કારણે વલસાડના DDOએ આવતીકાલે ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં શાળાઓ, કોલેજો, ITI અને આંગણવાડીઓમાં રજાની જાહેરાત કરી છે. જિલ્લા કલેક્ટર અનુસૂયા આર. જ્હાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
રાજ્યમાં 5 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 5 ઓગસ્ટે નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.








