મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ હોળી-ધૂળેટી પર્વ પર એસટી તંત્ર સજ્જ: નવસારીથી દાહોદ-પંચમહાલ માટે દોડશે એક્સ્ટ્રા બસો

નવસારી: હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવસ

તસવીર: gstv

નવસારી: હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવસારીમાં રોજગારી અર્થે રહેતા શ્રમિકો અને મુસાફરો પોતાના વતન જઈ શકે તે માટે નવસારી એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે દાહોદ, ઝાલોદ, પંચમહાલ અને બારીયા તરફ જતી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રમિકોના વતન ગમન માટે ખાસ આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવસારીના બાંધકામ અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમિકો હોળીના તહેવાર માટે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. શ્રમિકોની વધતી સંખ્યાને ધ્યાને રાખીને એસટી ડેપો દ્વારા આગોતરું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં 5  થી 6 બસોનું ગ્રુપ બુકિંગ એડવાન્સમાં થઈ ચૂક્યું છે.

મુસાફરોનો ભારે ધસારો રહેવાની શક્યતા

નવસારી એસટી ડેપોના અધિકારીઓના જણાવ્યા મુજબ: દાહોદ, ઝાલોદ, પંચમહાલ અને દેવગઢ બારીયા તરફ મુસાફરોનો વધુ ધસારો છે. સામાન્ય દિવસોમાં 25 હજાર મુસાફરોની અવરજવર સામે તહેવારમાં આ આંકડો 35  થી 40 હજાર સુધી પહોંચવાની શક્યતા છે.

રવિવાર અને સોમવારે ભારે ભીડને જોતા ડેપો મેનેજમેન્ટ દ્વારા વધારાની બસો 'સ્ટેન્ડ બાય' રાખવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો