મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં હિટ એન્ડ રન: નશાબાજ કાર ચાલકે શ્રમિક પરિવારના 5 સભ્યોને લીધા અડફેટે

વડોદરામાં હીટ એન્ડ રનનો એક બનાવ બન્યો છે જેમાં મોડીરાતે પૂરઝડપે આવતી કારે એક બાઇક સવારને ટક્કર મારી હતી.

વડોદરામાં હિટ એન્ડ રન: નશાબાજ કાર ચાલકે શ્રમિક પરિવારના 5 સભ્યોને લીધા અડફેટે

વડોદરામાં હીટ એન્ડ રનનો એક બનાવ બન્યો છે જેમાં મોડીરાતે પૂરઝડપે આવતી કારે એક બાઇક સવારને ટક્કર મારી હતી. નશેબાજ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ખુલ્લા મેદાનમાં બાંધેલા ઝૂંપડામાં ઘુસી ગઇ હતી. જેને લઇને કારચાલક સહિત સાત લોકોને ઈજાઓ થઈ હતી. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.  હિટ એન્ડ રનના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : VIDEO: આણંદમાં નશામાં ચૂર કાર ચાલકે બે વાહનને લીધા અડફેટે

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની કલ્યાણ નગર સોસાયટીમાં રહેતો હાર્દિક વસંતભાઇ પટેલ મંજુસર ખાતે નોકરી કરે છે. ગઇકાલે રાતે હાર્દિક અને તેનો મિત્ર લલિત મંજુસર જી.આઇ.ડી.સી.થી રાતે બાઇક લઇને ઘરે આવવા નીકળ્યા હતા. હાર્દિક બાઇક ચલાવતો હતો. સમા-સાવલી રોડ શિવાલિક ફાર્મ ત્રણ રસ્તા નજીક પાસે એક સફેદ કલરની કાર સમા કેનાલ તરફથી દુમાડ તરફ પૂરઝડપે આવતી હતી. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો હવામાં ફંગોળાઇને નજીકમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અથડાયા હતા. કાર ચાલકે અકસ્માત કર્યા પછી અંદાજે ૩૦ મીટર દૂર રોડની બાજુમાં ખુલ્લા મેદાનમાં ઝૂંપડા બાંધીને રહેતા શ્રમજીવી પરિવારના ઝૂંપડા પર કાર ચઢાવી દીધી હતી. મોટી દુર્ઘટના કરી હોવાની જાણ થતાં ચાલક કાર સ્થળ છોડીને ફરાર થઇ ગયો હતો. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ શરૃ કરી હતી. આ દરમિયાન કાર ચાલક કપિલદેવ નિલકંઠભાઇ બ્રહ્મભટ્ટ ને પણ ઇજા થઇ હતી તેમજ તેણે નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : હાલોલ હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રુપિયા માટે મિત્રોએ કરી હત્યા; ત્રણની ધરપકડ

તેમજ મોડીરાતે મીઠી નિંદર માણી રહેલા શ્રમજીવી પરીવારમાં બે બાળકો સહિત પાંચને ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બે મિત્રોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાર ચાલક કપિલદેવ આબુમાં હોટલ ધરાવે છે અને તેના સંતાનો અહી રહેતા હોઈ પાંચ દિવસ અગાઉ તે વડોદરા આવ્યો હતો, જેમાં ગતરાત્રિના તે પરિવાર માટે જમવાનું લેવા ગયો હતો જે બાદ આ ઘટના સર્જાઇ હતી.

આ સમાચાર શેર કરો